મંદીરીયું સૂનું રે ઓ શિવજી તમારા વિના,
મારૂ અંતર તરસે રે પ્રભુજી તમારા દર્શન વિના.
મારૂ કેસરભીનું ચંદન રે પ્રભુજી તમારી રાહ જુએ,
જો જો આવતાં મોડુ થાય ના રે ચંદન મારું સુકાઈ જશે.
મારી ફૂલ કેરી માળા રે પ્રભુજી તમારી રાહ જુએ,
જો જો આવતાં મોડુ થાય ના રે માળા મારી સુકાઈ જશે.
મારી ભાવભીની આરતી રે પ્રભુજી તમારી રાહ જુએ,
જો જો આવતાં મોડુ થાય ના રે આરતી મારી બુઝાઈ જશે.
મારો ભાવભીનો પ્રસાદ રે પ્રભુજી તમારી રાહ જુએ,
જો જો આવતાં મોડુ થાય ના રે પ્રસાદ મારો સુકાઈ જશે.
તારા કોડભર્યા ભક્તો રે પ્રભુજી તમારી રાહ જુએ,
જો જો આવતાં મોડુ થાય ના રે ભક્તો તમારા રિસાઈ જશે.
