Sunday, 23 May 2021

બાર જ્યોતિર્લીંગ મહિમા સ્તોત્ર

 सौराष्ट्रदेशे विशदेऽतिरम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसम् |

भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये || १||

श्रीशैलशृङ्गे विबुधातिसङ्गे तुलाद्रितुङ्गेऽपि मुदा वसन्तम् |

तमर्जुनं मल्लिकपूर्वमेकं नमामि संसारसमुद्रसेतुम् || २||

अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम् |

अकालमृत्योः परिरक्षणार्थं वन्दे महाकालमहासुरेशम् || ३||

कावेरिकानर्मदयोः पवित्रे समागमे सज्जनतारणाय |

सदैवमान्धातृपुरे वसन्तमोङ्कारमीशं शिवमेकमीडे || ४||

पूर्वोत्तरे प्रज्वलिकानिधाने सदा वसन्तं गिरिजासमेतम् |

सुरासुराराधितपादपद्मं श्रीवैद्यनाथं तमहं नमामि || ५||

याम्ये सदङ्गे नगरेऽतिरम्ये विभूषिताङ्गं विविधैश्च भोगैः |

सद्भक्तिमुक्तिप्रदमीशमेकं श्रीनागनाथं शरणं प्रपद्ये || ६||

महाद्रिपार्श्वे च तटे रमन्तं सम्पूज्यमानं सततं मुनीन्द्रैः |

सुरासुरैर्यक्ष महोरगाढ्यैः केदारमीशं शिवमेकमीडे || ७||

सह्याद्रिशीर्षे विमले वसन्तं गोदावरितीरपवित्रदेशे |

यद्धर्शनात्पातकमाशु नाशं प्रयाति तं त्र्यम्बकमीशमीडे || ८||

सुताम्रपर्णीजलराशियोगे निबध्य सेतुं विशिखैरसंख्यैः |

श्रीरामचन्द्रेण समर्पितं तं रामेश्वराख्यं नियतं नमामि || ९||

यं डाकिनिशाकिनिकासमाजे निषेव्यमाणं पिशिताशनैश्च |

सदैव भीमादिपदप्रसिद्दं तं शङ्करं भक्तहितं नमामि || १०||

सानन्दमानन्दवने वसन्तमानन्दकन्दं हतपापवृन्दम् |

वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये || ११||

इलापुरे रम्यविशालकेऽस्मिन् समुल्लसन्तं च जगद्वरेण्यम् |

वन्दे महोदारतरस्वभावं घृष्णेश्वराख्यं शरणम् प्रपद्ये || १२||

ज्योतिर्मयद्वादशलिङ्गकानां शिवात्मनां प्रोक्तमिदं क्रमेण |

स्तोत्रं पठित्वा मनुजोऽतिभक्त्या फलं तदालोक्य निजं भजेच्च ||

ગોસ્વામિ તુલસીદાસ રચિત રુદ્રાષ્ટક્મ

 नमामीशमीशान निर्वाण रूपं, विभुं व्यापकं ब्रह्म वेदः स्वरूपम्‌ ।

निजं निर्गुणं निर्विकल्पं निरीहं, चिदाकाश माकाशवासं भजेऽहम्‌ ॥

निराकार मोंकार मूलं तुरीयं, गिराज्ञान गोतीतमीशं गिरीशम्‌ ।

करालं महाकाल कालं कृपालुं, गुणागार संसार पारं नतोऽहम्‌ ॥

तुषाराद्रि संकाश गौरं गभीरं, मनोभूत कोटि प्रभा श्री शरीरम्‌ ।

स्फुरन्मौलि कल्लोलिनी चारू गंगा, लसद्भाल बालेन्दु कण्ठे भुजंगा॥

चलत्कुण्डलं शुभ्र नेत्रं विशालं, प्रसन्नाननं नीलकण्ठं दयालम्‌ ।

मृगाधीश चर्माम्बरं मुण्डमालं, प्रिय शंकरं सर्वनाथं भजामि ॥

प्रचण्डं प्रकष्टं प्रगल्भं परेशं, अखण्डं अजं भानु कोटि प्रकाशम्‌ ।

त्रयशूल निर्मूलनं शूल पाणिं, भजेऽहं भवानीपतिं भाव गम्यम्‌ ॥

कलातीत कल्याण कल्पान्तकारी, सदा सच्चिनान्द दाता पुरारी।

चिदानन्द सन्दोह मोहापहारी, प्रसीद प्रसीद प्रभो मन्मथारी ॥

न यावद् उमानाथ पादारविन्दं, भजन्तीह लोके परे वा नराणाम्‌ ।

न तावद् सुखं शांति सन्ताप नाशं, प्रसीद प्रभो सर्वं भूताधि वासं ॥

न जानामि योगं जपं नैव पूजा, न तोऽहम्‌ सदा सर्वदा शम्भू तुभ्यम्‌ ।

जरा जन्म दुःखौघ तातप्यमानं, प्रभोपाहि आपन्नामामीश शम्भो ॥

रूद्राष्टकं इदं प्रोक्तं विप्रेण हर्षोतये

ये पठन्ति नरा भक्तयां तेषां शंभो प्रसीदति।।

 ॥  इति श्रीगोस्वामितुलसीदासकृतं श्रीरुद्राष्टकं सम्पूर्णम् ॥

Tuesday, 5 May 2020

બજરંગી ઓ હનુમાન બજરંગી,

બજરંગી ઓ હનુમાન બજરંગી,
રામ સીતાની સેવામાં સંગી  હનુમાન બજરંગી,
શક્તિશાળી ઓ હનુમાન શક્તિશાળી ,
સિતા કાજે તે લંકાને બાળી હનુમાન બજરંગી,
તને ચડે છે તેલને સિંદુર, હનુમાન બજરંગી,
તને ચડે છે આકડાની માળા હનુમાન બજરંગી,

ફૂલડાં કોને ચડાવશુ?

બગીચામાં ખીલ્યા છે ફૂલ, ફૂલડાં કોને ચડાવશુ?
રામને ચડાવશું ને સીતાને ચડાવશું,
રામ ગયા છે વનવાસ ફૂલડાં કોને ચડાવશું ?
શંકરને ચડાવશું ને પાર્વતીને ચડાવશું,
શંકર ગયા છે કૈલાસ ફૂલડાં કોને ચડાવશું ?
કૃષ્ણ ચડાવશું ને રાધાને ચડાવશું,
કૃષ્ણ ગયા છે ગોકુળ ફૂલડાં કોને ચડાવશું ?
વિષ્ણુંને ચડાવશું ને લક્ષ્મીને ચડાવશું,
વિષ્ણું ગયા છે પાતાળ ફૂલડાં કોને ચડાવશું ?

હનુમાનજી દેજો સંદેશો ....

હનુમાનજી દેજો સંદેશો મારા રામને આટલું કહેજો મારા રામને
 હનુમાનજી દેજો સંદેશો મારા રામને,
અશોક વનમાં ઝૂરી રહી છુ, રામના વિયોગની વેદના ધરું છુ,
 વહેલા મોકલજો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા રામને
રાક્ષસોની ભૂમી છે  દગા ભરેલી, લંકાની નગરી તો સોને મઢેલી,
એવું કહેજો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા રામને.
લંકાની નગરીનો રાજા રાવણ છે, દસ એના મસ્તકને વીસ એના હાથ છે,
ચેતાવી દેજો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા રામને.
 હનુમાનજી દેજો સંદેશો મારા રામને.

પ્રભુ નમીએ પૂરી પ્રીતે

પ્રભુ નમીએ પૂરી પ્રીતે, સુખી કર તું દુઃખો હર તું.
બનાવી તે બધી દુનીયા, બનાવ્યા તે ઊંડા દરીયા.
સૂરજને ચંદ્ર ઝગમગીયા, સુખી કર તું દુઃખો હર તું.
વળી આકાશમાં તારા ઘણા ઊંચે જ ફરનારા.
કર્યા છે તે પ્રભુ પ્યારા સુખી કર તું દુઃખો હર તું.
જગત આખા ઉપર તારી નજર ફરતી રહે ન્યારી.
અમારા કામ જોનારા સુખી કર તું દુઃખો હર તું.
નમીએ હાથ જોડીને સુખી કર તું દુઃખો હર તું.

ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ

ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માંગુ હું,
રહે જન્મો જનમ તારો સાથ પ્રભુજી એવું માંગુ હું,
તારું મુખડું મનોહર જોયા કરું,
રાત દિવસ ભજન તારું ગયા કરું,
રહે અંત સમય તારું ધ્યાન પ્રભુજી આવું માંગ હું.
મારી આશા નિરાશા કરશો નહીં,
મારા અવગુણ હૈયે ધરશો નહીં,
શ્વાસે શ્વાસે રટૂ તારું નામ પ્રભજી એવું માંગુ હું.
મારા પાપને તપ સમાવી લેજો,
તમારા નંદને દાસ બનાવી દેજો
દેજો આવીને દર્શન દાન પ્રભુજી એવું માંગુ હું.
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માંગુ હું,
રહે જન્મો જનમ તારો સાથ પ્રભુજી એવું માંગુ હું,

તાળી પાડીને રામનામ બોલજો રે,

તાળી પાડીને રામનામ બોલજો રે,
એવા અંતરના પડદા ખોલજો રે, તાળી પાડીને રામનામ બોલજો રે,
મને શંભુ મળ્યા છે સોમવારથી રે, તાળી પાડીને રામનામ બોલજો રે,
મને માયા મળી છે મંગળવારથી રે, તાળી પાડીને રામનામ બોલજો રે,
મને બુદ્ધી મળી છે બુધવારથી રે, તાળી પાડીને રામનામ બોલજો રે,
મને ગુરૂ મળ્યા છે ગુરૂવારથી રે, તાળી પાડીને રામનામ બોલજો રે,
મને શંકર મળ્યા છે શુક્રવારથી રે, તાળી પાડીને રામનામ બોલજો રે,
મને હનુમાન મળ્યા છે શનીવારથી રે, તાળી પાડીને રામનામ બોલજો રે,
મને રજા મળી છે રવીવારથી રે, તાળી પાડીને રામનામ બોલજો રે,
એવા અંતરના પડદા ખોલજો રે, તાળી પાડીને રામનામ બોલજો રે,

પ્રભો અંતર્યામી

પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખાહિતકરણા;
પ્રભા કીર્તિકાન્તિ ધન વૈભવ સર્વ સ્વજનના,
નમું છું, વંદુ છું, વિમળમુખ સ્વામી જગતના.
અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તુ લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તુ લઈ જા;
મહામૃત્યુંમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું હીણો હું છું તો તુજ દર્શના દાન દઈ જા.

એક જ દે ચિનગારી, ........

એક જ દે ચિનગારી, મહાનલ ! એક જ દે ચિનગારી.
ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી
 જામગરીમાં તણખો ન પડયો, ન ફળી મહેનત મારી મહાનલ... એક જ દે ચિનગારી...
ચાંદો સળગયો, સૂરજ સળગયો, સળગી આભઅટારી
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી મહાનલ... એક જ દે ચિનગારી

ઠુંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી મહાનલ... એક જ દે ચિનગારી...
- હરિહર ભટ્ટ

Sunday, 3 May 2020

મંદીર તારૂ વિશ્વ રૂપાળું,


મંદીર તારૂ વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા રે.
પળ પળ તારા દર્શન થાયે દેખે દેખણહારા રે.
નહી પૂજારી નહી કોઈ દેવ નહી મંદીરને તાળાં રે.
નીલ ગગનમાં મહીમાં ગાતા ચાંદો સુરજ તારા રે.
વર્ણન કરતાં શોભા તારી થાક્યા કવિગણ સારા રે.
મંદીરમાં તું ક્યાં છુપાયો શોધે બાળ અધીરા રે.
મંદીર તારૂ વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા રે.

બાર જ્યોતિર્લીંગ મહિમા સ્તોત્ર

 सौराष्ट्रदेशे विशदेऽतिरम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसम् | भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये || १|| श्रीशैलशृङ्गे विबुधातिस...