Tuesday, 5 May 2020

એક જ દે ચિનગારી, ........

એક જ દે ચિનગારી, મહાનલ ! એક જ દે ચિનગારી.
ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી
 જામગરીમાં તણખો ન પડયો, ન ફળી મહેનત મારી મહાનલ... એક જ દે ચિનગારી...
ચાંદો સળગયો, સૂરજ સળગયો, સળગી આભઅટારી
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી મહાનલ... એક જ દે ચિનગારી

ઠુંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી મહાનલ... એક જ દે ચિનગારી...
- હરિહર ભટ્ટ

No comments:

Post a Comment

બાર જ્યોતિર્લીંગ મહિમા સ્તોત્ર

 सौराष्ट्रदेशे विशदेऽतिरम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसम् | भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये || १|| श्रीशैलशृङ्गे विबुधातिस...